શ્રી. કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ( અનાથ આશ્રમ )

 
 
 

ઘર

કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની સ્થાપના ૧૪/૧૦/૧૯૯૫૪ ના થયેલ છે. આ સંસ્થાની સ્થાપના પાછળનો હેતુ અનાથ, નિરાધાર, ત્યકતા, વિધવા તેમજ સમાજની દુખી બહેનો તથા બાળકોને આશરો આપવા માટે કરવામાં આવેલ છે.

આ સંસ્થાની સ્થાપના સ્વ. શ્રી બદ્રીનાથજી શુક્લએ મુન્દ્રા – કચ્છથી કરી. ત્યારબાદ તેઓ આ સંસ્થાને ભુજ-કચ્છમાં લઇ આવેલ. આ સંસ્થાની શરૂઆત સમાજમાંથી તર્છોડાયેલ વિધવા બહેનને આશરો આપી કરવામાં આવી હતી. ત્યારબાદ આ સંસ્થાને શ્રી. ઉમિયાશંકરભાઈ ગોર તથા તેમના ભાઈઓ શ્રી દ્વારા તેઓની જમીન ( વાડી ), જે સરપટનાકા બહાર, ભુજ મધ્યે આવેલ છે, જે દાનમાં આપેલ.

ત્યારબાદ આ સંસ્થામાં અલગ અલગ દાતાઓ દ્વારા સંસ્થાઓની બાળાઓ માટેના રૂમ, ગોડિયા ઘર, રસોડું, ઓફીસ રૂમ,  અન્ય રૂમ તથા સંસ્થાના પ્રાંગણ માં  અંબેમાનું મંદિર બાંધવામાં આવેલ છે. ત્યારબાદ વર્ષ ૨૦૦૯મા સંસ્થાનું ટ્રસ્ટ તથા દાતાશ્રીઓ દ્વારા આ સંસ્થાના બાળકોના રૂમોમાં નવીનીકરણ તથા જરૂરી સગવડો ઉભી કરેલ છે.  વધુ…

Support Kachchh Mahila Kalyan Kendra by donating us.

સંપર્ક માહિતી

૦૨૮૩૨ - ૨૯૦૨૪૧
admin@kmkkaa.com

સરનામું

"શ્રી. કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર",
સરપટનાકા બહાર,
જુનું ઐરોદ્રમ રોંદ,
ભુજ, કચ્છ
૩૭૦૦૦૧